'' THE GAME OF 13 '' અંક 1 પીસલેન્ડ શહેરમાં આપનું સ્વાગત છે. આ શહેર તેના નામ મુજબ શાંત છે તથા તેની સુંદરતા પણ અનેરી છે, બારેમાસ વહેતી રેવીન્યન નદી તેની સુંદરતા માં વધારો કરે છે.હાલમાં વર્ષાઋતુ પૂરબહારમાં છે. અત્યારે સમી સાંજ ના સમયે આવતો સુંદર વરસાદ શહેર ના રસ્તાઓ ને જાણે ધીમી-ધારે નવડાવી રહ્યો છે. વરસતા વરસાદ ને કારણે ઝાડ-પાન બાગ-બગીચા જાણે પોતાની મસ્તીમાં મસ્ત બની જુમી રહ્યા છે તથા રેવીન્યન નદી નો પ્રવાહ પણ મદમસ્ત બની ને વહી રહ્યો છે. પીસલેન્ડ શહેરના આકાશમાંથી વાદળ થી ઢંકાયેલા સૂર્યનારાયણ ધીમે-ધીમે વિદાય લઇ રહ્યા છે અને ચંદ્રમા પોતાના વારા ની રાહ