· નોવેલનો અત્યંત અગત્યનો વળાંક ડુમસનો દરીયો હિલોળા મારી રહ્યો હતો દરીયાના મોજા પથ્થર સાથે અથડાઇને જાણે સંઘર્શ કરતા હોય એવુ લાગતુ હતુ. ડુમસ આવતા મુખ્ય માર્ગ પર ક્યાક હોટેલ તો ક્યાક ઢાબાની લાઇટો અને સીરીઝ ચમકતી હતી. અંધારે થયે થતા સુમસામ માર્ગો, દરીયાના મોજાનો સુર અને રોડની રોશની આ બધુ મળીને જાણે વાતાવરણમાં એક રોમાંચ ઉભો કરતા હતા. બ્લેક કલરની બ્રેઝા ગાડીના ટેકે ઉભો રહેલો છ ફૂટ હાઇટ, ફોર્મલ ડ્રેસ જાણે કોઇ બિઝનેસમેન હોય એવી પ્રતિભા, નિયમિત કસરતથી થયેલ રોમન શિલ્પ જેવુ શરીર અને મજબુત બાવડાની બે હાથની અદબ વાળતા કહે છે, મીરા તારે કન્ફ્યુઝ થવાની જરુર નથી.