ફૂટપાથ - 4

(32)
  • 3.5k
  • 1.7k

આગળની વાર્તા પૂર્વી અને સંદિપના સુખીીજીવન મા અચાનક પૂર્વી સામે સંદિપ ની વરવી વાસ્તવિકતા આવે છે અને પૂર્વી ખૂબ આધાત અનુભવે છે અને અમુક નિર્ણય લે છે હવે આગળ ------------------------------------------------------------સંદિપ ના વર્તન મા હજી પણ કોઈ ફરક નથી જણાતો અને આજે ફરીથી જમ્યા પછી કંઇ પણ જણાવ્યા વગર બહાર નીકળી ગયો, પૂર્વી તેને જતા જોઇ રહી, થોડું વિચાર્યા પછી પર્સ હાથમા લીધુ અને ટેક્ષી કરી નજીક રહેતી મિત્ર સપનાના ઘરે ચાલી ગઈ. સપના તેની એવી મિત્ર કે જેનાથી કંઇજ છૂપૂ નહોતુ, તેની હિંમત અને સાથ થીજ પૂર્વી આટલી સ્વસ્થ રહી શકી હતી. પૂર્વીને જોઇને સપનાને કોઇજ આશ્ચર્ય ના થયુ, તેણે એક સ્મિત સાથે