લાલની રાણીનું આધારકાર્ડ - 10

(38)
  • 3.8k
  • 3
  • 1.7k

પ્રકરણ- દસમું/૧૦રાઘવનો કોલ મુક્યા પછી તરુણાને થયું કે વનરાજની ૧૫ મિનીટ અને શરતોના મનોમંથનના હોમવર્ક માટે સારો એવો માનસિક વ્યાયામ કરવો જરૂરી છે. એટલે ફાટફાટ ફ્રેશ થઇને તેના રૂમમાં બારી પાસે ચા નો કપ લઈને બેસી ગઈ,ચક્રવ્યૂહ જેવી રાજનીતિના શસ્ત્ર જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરવા. ગહન મનોમંથન પછી તરુણાએ વિચાર્યું કે, કોઈપણ જાતની પૃષ્ઠભૂમિકા અને પૂર્વભૂમિકા વગર વનરાજ નામના વ્યક્તિત્વ પાસે ખાતરીપૂર્વક અને મરજી મુજબનું કામ કઢાવવું એટલે અંધારામાં માત્ર તીર જ નહતું ચલાવવાનું, પણ ચલાવેલા તીરથી બચવાનું પણ હતું.અડધો એક કલાક સુધી તેની શાર્પ સ્માર્ટનેસથી ષડ્યંત્રની શતરંજના પ્યાદાઓને તેની જરૂરિયાત મુજબ ગોઠવી લીધા પછી કોલ લગાવ્યો ભાનુપ્રતાપને.‘હેલ્લો અંકલ.’‘હા, બોલ દીકરા.’‘રણજીત કાકાને મોકલો,