સંબંધની પરંપરા - 1

(19)
  • 6.9k
  • 3.2k

વહેલી સવારનો સૂરજ સંતાકૂકડી રમતો આગમન કરી રહ્યો હતો.પનિહારીઓ પાણી ભરીને આવી રહી હતી.તેના ઝાંઝરના છમ..છમ.. અવાજથી વાતાવરણ જાણે નર્તનમયી લાગતું હતું.આવી એક સવારે પનિહારીનું ટોળું માથા પર રંગબેરંગી માટલા સાથે ગામની ગલીઓમાંથી પસાર થતું અને જેઓના ઘર આવતા જતા તેમ-તેમ આ ટોળું ઓછું થઈ વિખેરાઈ જતું.છેલ્લે માત્ર બે યુવતીઓ બાકી રહે,જે ગામના છેવાડે આવેલા મોટા ડેલાવાળા ખોરડા તરફ જવા લાગી અને એ પણ એવી સિફતાઈથી કે જાણે તેનો નિત્યક્રમ હોય. ધીરે રહીને આ યુવતી ડેલાની સાંકળ ખોલી અંદર પ્રવેશી...ઓસરીની કોરે પહોંચી માટલા નીચે ઉતારી,ભીના થયેલા કાપડાની કોરને હાથથી નીચોવી, અંદર પ્રવેશવા જતી