કુદરતના લેખા - જોખા - ૨આપણે આગળ જોયું કે મયુર તેમના પરિવાર ને યાત્રા પર વિદાય આપે છે. અનાથાશ્રમ માં મીનાક્ષી પ્રત્યે મયુર ખેંચાણ અનુભવે છે. હવે આગળ.... અનાથાશ્રમ થી મયુર કોલેજ જવા નીકળે છે. કોલેજ પહોંચી સમય જુએ છે તો હજુ લેક્ચર શરૂ થવાની વાર હોવાથી મયુર સીધો કોલેજની કેન્ટીન તરફ આગળ વધે છે એને ખબર જ હોય છે કે એના મિત્રો ત્યાજ હશે. ત્યાં તેના ૩ નેય મિત્રો સાગર, હેનીશ અને વિપુલ ચા ની લિજ્જત માણી રહ્યા હતા. સાગર મયૂરને આવતા જુએ છે એટલે તરત જ કેન્ટીનવાળા ને એક વધુ કટિંગ નો