જીંગાના જલસા - ભાગ 8

  • 2.7k
  • 1
  • 1.4k

પ્રકરણ 8 આગળ આપણે જોયું કે રાજસ્થાનની સરહદથી થોડે દૂર અમારી બસનો કાચ તૂટ્યો,અને અમારે 12 વાગ્યા પહેલા સરહદ છોડવાની હતી... હવે આગળ.... વિજયભાઈને પાટો બાંધી પાછા જયપુર જવાનું નક્કી કર્યું. ભગતબાપા ડ્રાઇવિંગ સીટ પર બેઠા. વિજયભાઈને પાછળની સીટમાં સુવડાવ્યા. જીંગાભાઈ બોલ્યા;"જવા દયો બાપા બસ.. પણ જો જો આ આપણું ગુજરાત નથી હો!" ભગતબાપાએ બસ જવા દીધી જયપુર તરફ પાછી. દસ-પંદર કિલોમીટર ચાલ્યા ત્યાં આગળ એક પોલીસ ચેકપોસ્ટ હતી અને રોડ પર પાણીના પીપ રાખ્યા હતા, એટલે વાહન ચાલકે વાહન ધીમું પાડું પડે અને ટૂંકા વળાંક લઈને આગળ જવું પડે. ભગતબાપાએ બસ ધીમી તો પાડી પણ વણાંક લાંબો લેવા ટેવાયેલ