એક અજાણ્યો છોકરો

(16)
  • 4.1k
  • 1.1k

અમિષા એક ઇન્ટરવ્યૂ માટે જતી હતી. રેડી થઇને ઘરેથી નીકળી ગયી હતી, અને હવે એડ્રેસ પરથી જોબ લોકેશન શોધવાનું હતું. સ્ફુટી પર બ્લેક ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરીને ગોગલ્સ લગાવીને રસ્તા પર પસાર થઈ રહી હતી. હવે મેઇનરોડ પર આવીને કોલ કરવાનું વિચાર્યુ, એક સાઈડ સ્ફુટી ઉભી રાખીને પર્સમાંથી મોબાઇલ ફોન લઈને લોક ખોલી જોયું. ઓહ.. શીટ બે મિસ-કોલ જોઈને સામે કોલબેક કર્યો. પણ આ શું..? ઓહ..યાર.. આ આજે જ રિચાર્જ ખતમ થવાનું હતું. "સવાર સવારમાં તને એટલું પણ જોવાની ફુરસદ નહોતી..!"પોતાને જ અમિષા કોસવા લાગી.. "ઓહ ..! યાર હવે રિચાર્જ સેન્ટર પણ ક્યાંય દેખાતું નથી." એ મનોમન બોલી.