આકાંક્ષાએ ઘરે પહોંચીને, સાંજનું જમણ તૈયાર કર્યું , બાળકોને સુવડાવીને, દમયંતીબહેન અને ભરતભાઈ સાથે વાત કરવા રૂમમાંથી બહાર આવી . " અમોલનો ફોન આવ્યો હતો. ડિવોર્સની વાત કરતાં હતાં અને કહેતા હતા કે એમને તન્વી સાથે લગ્ન કરવા છે. " આકાંક્ષાનાં અવાજમાં રુદન સાફ મહેસૂસ થયી રહ્યું હતું. " પાગલ કરી નાખ્યો છે મારા છોકરાને પેલી એ !! મને એમ કે થોડા વખત માં પાછો આવશે, પરંતુ એ હવે એની જોડે લગ્ન કરવા માંગે છે ? એ નહીં થવા દઉં ! કોઈ સંજોગે નહીં ! હું વાત કરીશ અમોલ સાથે . " દમયંતીબહેન ગુસ્સે થઈને બોલ્યા. " જો એ વાત માનવાનો હોત તો