રેમન્ડો એક યોદ્ધો - 4

(40)
  • 2.9k
  • 2
  • 912

રેમન્ડો સુતર્બ વનસ્પતિ સાથે ગુફા બહાર.. તિબ્બુરનું આક્રમણ અને વેલ્જીરિયા ઉપર આધિપત્ય.. કમ્બલા પત્ની અને પુત્રી સાથે ટુમ્બીયા પર્વત તરફ ભાગ્યો.. _______________________________________ બીજે દિવસે વેલ્જીરિયા પ્રદેશના બધા લોકો કોણ સેનાપતિ બનશે એ જોવા માટે વેલ્જીરિયા પ્રદેશના મુખિયા કમ્બુલાના નિવાસ્થાન આગળ એકઠા થયા હતા. બપોર થવા આવી હતી છતાં અમ્બુરા અને રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી લઈને પાછા ફર્યા નહોંતા. આખી જનમેદની સાંજ સુધી અમ્બુરા અને રેમન્ડોની વાટ જોતી બેઠી રહી. પણ એ બન્ને સાંજ થઈ ગઈ હોવા છતાં પાછા ના ફર્યા એટલે ચિંતાતુર ચહેરે બધા પોત પોતાના કબીલાઓ તરફ જવા લાગ્યા. શાર્વીનું મોઢું આજે સાવ ઉતરી ગયેલું દેખાતું હતું. એને સતત રેમન્ડોની