યોગ-વિયોગ - 55

(376)
  • 21.7k
  • 14
  • 13.5k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૫ નીરવ પોતાના પલંગ પર સૂઈને લક્ષ્મીના એક પછી એક ફોટા જોઈ રહ્યો હતો. ‘‘વ્હોટ નોન સેન્સ... વ્હોટ નોન સેન્સ... વ્હોટ નોન સેન્સ...’’ એના કાનમાં હજુયે વિષ્ણુપ્રસાદનો અવાજ જાણે ગૂંજી રહ્યો હતો. ‘‘કેવો માણસ છે આ ?’’ નીરવે વિચાર આવ્યો, ‘‘મેં અમેરિકા જવાની વાત કરી તો પણ મને વહાલથી કારણ પૂછવાને બદલે એણે માત્ર બૂમો પાડવાનું પસંદ કર્યું...’’ ‘‘આટલી કાળજીથી અને આટલા વહાલથી એની મા વગર ઉછેર્યો મેં... અને હવે એને અમેરિકા જવું છે, એની મા પાસે !’’ રોકિંગ ચેરમાં આંખ બંધ કરીને બેઠેલા વિષ્ણુપ્રસાદ ચોકસી વિચારી રહ્યા હતા, ‘‘આખરે તો એની માનો જ દીકરો