મયુર એ ડોરબેલ વગાડ્યો, પ્રેમલતાબેનને ખબર જ હોય એમ બારણું ખોલીને આવકાર આપ્યો. એમને જોતાવેંત રૈમ્યા તો જાણે એએ તો મની જોડે જઈને એવી ચોંટી ગઈ કે જાણે ક્યારની વિખુટી વાછરડી જ ન હોય એ! એને ભૂખ લાગી હતી તો મમ મમ કહીને એમને કિચન તરફ ઈશારો કરી રહી હતી એ. પણ પ્રેમલતાબેન ને એના ટાઈમની ખબર હતી એટલે દૂધની બોટલ રેડી જ રાખી હતી. એને ઘોડિયામાં સુવડાવીને બોટલ આપી દીધી. રેમ્યા પણ આમ સ્વભાવે શાંત જણાઈ, ડાહી બનીને દૂધ પીવા માંડી. રૈમ્યાને સાચવવામાં એને મુકવા આવેલા મયુર પર ધ્યાન આપવાનું ભૂલી ગયા એ. અચાનક એની બાજુ જોતા," અરે