આનું જ નામ પ્રેમ - ભાગ - 11

(11)
  • 3k
  • 996

આગળના અંકમાં પૂજન અને પારિજાત વચ્ચે પ્રજ્ઞા મેડમ અને મિસ્ટર રાજનને એકબીજાની સામે કેમ કરીને લાવીશું એનું આયોજન થાય છે. પારિજાત એને કવર આપે છે જેમાં એ બધાના ઉદયપુરમાં લીધેલા ફોટા, કાગળિયા અને પેનડ્રાઈવ હોય છે. મિસ્ટર રાજન એમના મિત્ર સુંદરલાલને ફેસબુક રિકવેસ્ટ મોકલે છે. વીડિયોમાં પૂજન અમુક છોકરાઓમાંથી એક છોકરાને જોઈ ઓળખી જાય છે. હવે આગળ... પૂજન વિડિયો ચાલુ કરે છે. આ તો એજ રાતની પાર્ટીનો વિડિયો છે. એ છોકરાઓમાં એક છોકરાને જોઈને પૂજન બોલી ઉઠે છે. "કવિશ, અચ્છા તો એ રાત્રે તું પણ ત્યાં જ હતો. અને આ બધું તે કરાવેલું છે. " (કવિશની પ્રાંજલ જોડે સગાઈ થઈ