જીંગાના જલસા - ભાગ 7

  • 3.1k
  • 1.2k

પ્રકરણ 7 આગળ આપણે ઉદય પુર અને નાથદ્વારા વિશે જોયું હવે આગળ...... નાથદ્વારાથી લગભગ દોઢથી બે કલાકની મુસાફરી બાદ એક હોટલમાં ચા-પાણી માટે બસ સ્ટોપ કરી. બસ ઊભી રહી મારી નીંદર ઉડી ગઈ,એટલી વારમાં જીંગાભાઈનો અવાજ સંભળાયો "ચાલો ભાઈ ચા- પાણીનો દસ મિનિટનો વોલ્ટ છે. જે લોકોને ચા પીવી હોય નીચે ઊતરે બાકીના સુતા રહેજો ચાલો... ચાલો..." "એ જીંગાભાઈ આ બધાને ખબર જ હોય, બસ ઊભી રહી એટલે, તું આવી ખોટી રાડો શા માટે પાડે છે." "રાજુભાઈ સુતા હોય એને કેમ ખબર પડે બસ ઊભી રહી એટલે જગાડવા તો પડે ને!" "અરે યાર તું નહીં સુધરે!.." "કેમ હું બગડેલો દેખાવ