કિલ્લાનું કવન

  • 3.1k
  • 1.1k

"યાર... ધક્કો થયો કાંઈ ન મળ્યું બસમાંથી તો આ જગ્યા જાણે મને બોલાવતી હોય એવું લાગતુ હતું." શરદ બાબડયો. અત્યારે શરદ એક વેરાન જગ્યાએ ઉભો છે જ્યાં તૂટી ગયેલા મકાન અને એક ગામની દિવાલ પાસે એમનેમ ઉભેલો રાજાશાહી વખતનો દરવાજો છે. શરદ એ દરવાજાના ઓટલે બેસી નિસાસો નાખી બોલે છે. થોડીવાર થાક ખાઈ ઉભો થઈ ચાલે ત્યાં પાછળથી એક મજબૂત અવાજ આવે છે," ઓયય ક્યાં જાશ?" શરદ ચમક્યો "કોણ છે?" થોડો ગભરાણો. પાછો અવાજ આવ્યો "બેસ ઓટલે પાછો." બીકના માર્યો શરદ બેસી ગયો પાછું પૂછ્યું "કોણ?" અવાજ આવ્યો "આ દરવાજો દેખાય છે?" શરદે કીધું "હા" "બસ હું એ જ છું"