૧. સમયની મોસમ મૃત્યુના સમાચાર ન આપો મને, રોજે રોજ ટૂકડે ટૂકડે મરું જ છું પાનખર પછી ભલે હોય વસંત, સમયની મોસમમાં રોજ ખરું જ છું. કિનારાને નથી હોતો કોઇ કિનારો, કિનારેથી સામે છેડે રોજ તરું જ છું. પળ પછીની પળે શું, તેથી શું સિક્કા ગણવાનું કામ રોજ કરું જ છું. ના બતાવો મારો પડછાયો મને તેનાથી તો હવે રોજ ડરું જ છું ૨. કેટલું-તેટલું અમથું અમથું હવે જાગવું કેટલું? બે શ્વાસ વચ્ચેનો વિરામ કહે તેટલું. અમથું અમથું હવે ઊઘવું ય કેટલું? બે કીકીઓ જરીક જરીક ફરકે તેટલું. નસીબથી આગળ કહો જીવાય