રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 1

(12)
  • 4.7k
  • 2
  • 2.1k

સાંજના સમયે હાથમાં ચાનો કપ લઈને બાલ્કનીમાં ઉભી તે કોઈના વિચારોમાં ખોવાયેલી હતી. મોબાઈલની નોટિફિકેશન જોઈ તેના સુંદર ચેહરા પર સ્માઈલ? આવી ગઈ અને તે પોતાના ભૂતકાળમાં ખોવાય ગઈ. આ છે આપણી હિરોઈન રાધિકા રાઠોડ, ભાવનગરના એક સફળ બિઝનેસમેન પ્રકાશભાઈ અને મીનાબેનની એક માત્ર સંતાન. મલ્ટિપલ પર્સનલીટી ધરાવતી રાધિકા દેખાવે ખાસ નહીં પણ સુંદર નાક નકશો ધરાવતી ખુબજ પ્રામાણિક અને સમજદાર છોકરી હતી. જે કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે. આપણો હીરો છે રુદ્રપ્રતાપસિંહ રાણા, ભાવનગર જિલ્લાના એક નાનું, પણ સુખી કહેવાય એવા ગામના સરપંચ શ્રી પૃથ્વીપ્રતાપસિંહ રાણાનો એકનો એક દીકરો. પૃથ્વીપ્રતાપસિંહ રાણા, એ ગામના સરપંચ જ