એક ભોળપણ તારું, એક નાદાની મારી

  • 3.4k
  • 930

કલમ વાર્તા સ્પર્ધા - 2 વિષય - ભોળપણ મિતા આજ ખૂબ રડી રહી હતી. મમ્મી એ કારણ પૂછતાં રડતા રડતા કહ્યું, " આજે રીતુ જોડે મારે ઝગડો થયો, અને અમારે બહુ બોલાચાલી થઈ મને એણે એટલું પણ કહ્યું કે, હવે આપણી દોસ્તી કટ . અને પછી એણે કરીના જોડે દોસ્તી કરી લીધી મને બન્નેએ મળીને ખૂબ ચિડવી આજે, હવે હું એ બન્નેને ક્યારેય નહીં બોલવું" માસૂમ દીકરીને આવી રીતે એની બેસ્ટી જોડે ઝગડો થવાથી આકુળવ્યાકુળ થતી જોઈને એના મમ્મી સલોનીને આશ્ચર્ય થયું; આટલી નાની ઉંમરે આવો ગુસ્સો અને સ્વમાનની લડાઈ ..! ખરેખર, આજકાલના છોકરાઓ બહું જલ્દી મેચ્યોર થતા જાય