વિહવળ ભાગ-2

  • 3.5k
  • 1.3k

જન્મદિવસ ની ઉજવણી સારી રીતે કર્યા બાદ હવે નિયતી ઘરે પરત આવી ગઈ હતી તેમ છતાં જાણે તે ખોવાયેલી જાણતી હતી.ઘરે પોહચીને નિયતી કઇ પણ બોલ્યાં વિના સોફા પર જઈને બેસી ગઈ.., તેની સાથે વિશ્વા પણ આવી હતી. વિશ્વા ને જોઇને સરલાબેન ખુશી સાથે બોલ્યાં ઘણા દિવસે માસીને મળવા આવી. વિશ્વા બોલી ઈચ્છા તો રોજ મળવાની હોય છે માસી પણ આ બાજુ હવે ખાસ આવવાનું થતું નથી. મારા ભાઈ ના ટ્યુશન ક્લાસ ઘરે થી થોડા દૂર જતા રહ્યા છે એટલે સ્કૂટી ભાઈ લઈને ચાલ્યો જાય છે,તો હવે આ બાજુ આવાનું ખાસ થતું નથી. હું ને નિયતી તો રોજ હવે સીધાં