પ્રેમદિવાની - ૧૦

(18)
  • 3.8k
  • 1.6k

લાગણી ના બંધનથી અહીં કોણ બચી શકતું હતું?દોસ્ત! લખ્યા શું લેખ વિધાતાએ એ કોણ જાણતું હતું?મીરાંએ પરીક્ષા આપી અને એ એના બીજા મિત્રો જોડે પપેરની ચર્ચા કરી રહી હતી. એને એજ જાણવું હતું કે આ પરીક્ષામાં પણ હંમેશની જેમ સારા ગુણ આવશે કે નહીં? એની ધારણા મુજબ લગભગ બધું જ બરાબર લખીને આવી હતી, એ ખુબ ખુશ હતી કે મારુ રિઝલ્ટ સારું આવશે! તેની બહેન પણ એટલીવારમાં ત્યાં આવી પહોંચી હતી. એના પેપર પણ સારા ગયા હતા. હવે રિઝલ્ટ આવે એની રાહ હતી. મીરાં અને તેની બહેન સીધા ઘરે ગયા, ઘરે તેના મમ્મી અને પપ્પાને પણ પરીક્ષા પતી અને સારા