બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (16) આખરે કેટલાંક દિવસોની મુસાફરી બાદ હું મારા વતનમાં આવી પહોંચ્યો. ચાર વર્ષમાં કંઈજ બદલાયું નહોતું. શહેર વહી કા વહી હૈ. બસ મારામાં કેટલાક બદલાવો આવી ગયા હતા. બાકી શહેર એવો જ એકદમ ટીપટોપ હતો. એજ માનવીઓ હતા. એજ ભીળભાળ હતી.એજ લોકો! જે કિડા-મકોડાની જેમ કોઈની પરવાહ કર્યા વગર ચાલ્યા જતાં હતાં. હું ત્યાં રેલવેસ્ટેશન પર બેઠો હતો. અને ત્યારેજ શંકર ત્યાં મને પિક કરવા માટે આવી પહોંચ્યો. ચાર વર્ષ બાદ મને જોતા જ તે મને ભેટી પડ્યો. તેની આંખોમાં આંશુ હતા. આખરે અમારી મિત્રતા ગાઢ જે હતી. દેવેન્દ્ર એક ઈંજરી બાદ, ભાંગી પડ્યો હતો.