ફરી મોહબ્બત - 28

(29)
  • 3.6k
  • 1
  • 1.1k

“ફરી મોહબ્બત” ભાગ : ૨૮"ઓહહ આ તો ગીત...!! જ્યારે પહેલા રેન્ટ પર રહેતા હતા. એ બિલ્ડીંગમાં જ ગીત પણ રહેતી હતી. મારી પાડોશી હતી ગીત...!! સામે મળી જતા સ્માઈલની આપલે થતી. કેમ છો? જેવા ઔપચારિક શબ્દો ફક્ત પુછાતા...!!" અનય વિચારમાં પડી ગયો. અચાનક અનયને યાદ આવ્યું કે ગીતને આ બધી ક્યાંથી ખબર..!!"તો મારી લાઈફની બરબાદીની કહાણી તમારી બિલ્ડીંગ સુધી પણ પહોંચી ગઈ...!!" અનયે મેસેજ મોકલ્યો." બિલ્ડીંગ સુધી તો નહીં. પણ આપણે એક જ કાસ્ટના હોવાથી...!! આપ સમજી શકો છો સમાજમાં આવી વાતો ઝડપથી ફેલાઈ જાય છે." ગીતે લખ્યું."ઓકે. મેસેજ શેના માટે હતો તમારો.?" અનયે પૂછ્યું."હા મને એડવર્ડટાઈઝીંગ માટેનું જ કામ હતું.