જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-8

  • 4.1k
  • 1.8k

(આપણે આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ને કોલેજ પહોંચે છે પણ કોલેજ બંધ થઈ ગયેલી હોય છે હવે તે બીજે દિવસે કોલેજ સાયકલ લઈને જવાનું વિચારે છે હવે આગળ) એ જ વિચારોમાં રાતે ઊંઘ નહોતી આવી રહી, આજે વધારે ચાલેલો તેથી આખું શરીર પણ દુખતું હતું, જાણે અંદરથી તાવ ભરાયો હોય તેવું લાગતું હતું, પણ અહીંયા તો કોને કહું મને યાદ આવ્યું કે ગામડે એક વાર દોડ હરીફાઈ હતી અને તેમાં હું આવું જ દોડેલો અને થાકી ગયેલો, ત્યારે મારી માએ મને ગરમ પાણીમાં મીઠું નાખીને નવડાવેલો અને