સામેં ઉભેલો વ્યકિત અમીને ગભરાતા જોઈ તેને શાંત કરવાં અને પોતાની વાત સમજાવવાની કોશિશ કરતાં તેની નજીક આવ્યો. પણ તેનાં એક એક પગલાં સાથે અમી વધારે જ ગભરાય રહી અને અચાનક તેની આંખોમાંથી આંસુઓ વહેવાં લાગ્યા. આ જોઈ આંસુઓને લૂછવાં તેનો હાથ આગળ વધ્યો. " please રડીશ નહી... મારી વાત તો સાંભળ!.. હું માત્ર તારી મદદ માટે જ આવ્યો છું." તેણે કહ્યું. અમીએ ગુસ્સામાં તેને જવાબ આપતાં કહ્યું " મદદ?.. આ શબ્દનો અર્થ પણ ખબર છે તમને?... અરે જો ખબર હોત તો ઘણાં સમય પહેલાં જ આ મદદનો હાથ લંબાવાય ગયો હોત. પણ એ સમયે