અંગત ડાયરી - મેનુ

  • 4.5k
  • 1.4k

અંગત ડાયરી ============શીર્ષક : મેનુ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર તો આજ સાંજનું મેનુ શું રાખીશું? આ પ્રશ્નનો જવાબ તમે ધારો છો એટલો સહેલો નથી. વાંચો... પહેલ વહેલી લૉજ કે રેસ્ટોરન્ટ કે ભોજનાલય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હશે? જંગલમાં ગુફાઓમાં રહી સસલા, હરણાં અને બતકા ખાઈ રખડ્યા કરતો આદિમાનવ વિકસતા વિકસતા આધુનિક માનવ બન્યા પછીયે કદાચ સદીઓ સુધી પોતાના હાથે રાંધેલું જ ભોજન જમતો હશે. નદીકિનારે, જંગલોમાં ટોળીઓએ મળી સમૂહ જીવન વિસાવ્યું હશે. એક તબક્કે ગામડાઓ અને નગરો બન્યા હશે. પ્રસંગોમાં એકબીજાના ઘરે સમૂહ ભોજનો ગોઠવાતા હશે. પણ ભોજનાલયની કોઈને ક્યાંય જરૂર નહીં લાગી