ભયરાત્રી (પ્રકરણ - ૧)

(24)
  • 4.1k
  • 2
  • 1.5k

ચોમાસાની ઋતુ હતી , મહિનાની આખર તારીખનો સમય હતો. "વિજેતા, તારે ઘરે નથી જવું, રાત ના સાડા દસ વાગ્યા છે." રવિ એ મને કહ્યું. "ભાઈ, બોસ એ જે કામ આપ્યું છે એ પૂરું કાર્ય વગર જવા નહિ દે." અકળાઈને મેં રવિ ને કહ્યું. એ સમયે હું એક નામચીન મલ્ટિનેશનલ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતો. રવિ એ સમયનો મારો ખાસ મિત્ર હતો અને મારી સાથે ત્રણ વર્ષથી એ જ કંપનીમાં કામ કરતો હતો. અમે બંને સાથે જ નોકરી પર આવતા, સાથે જ ટિફિનમાં જમતા અને સાથે જ ઘરે જતા. ક્યારેક મહિનાનાં આખર તારીખે અમારે મોડે સુધી કામ કરવું પડતું. પછી સાથે