શુભ વિવાહ

(13)
  • 14.4k
  • 1
  • 2k

ગોવા ના દરિયા કિનારે બેઠા બેઠા કુમુદ પોતાના હર્યા ભર્યા પરિવાર ને જોતી રહી, દીકરી,જમાઇ અને તેમનો પાંચ વર્ષ નો પુત્ર શૌર્ય તેમની જ મસ્તી માં ફરતા હતા જ્યારે પુત્ર જેના હમણાં જ થોડા સમય પહેલાં લગ્ન થયા હતાં તે પોતાની પત્ની સાથે મસ્તી ભરી ગુફ્તેગો કરવામાં વ્યસ્ત હતો. ઢળતાં જતાં સૂરજ સાથે કુમૂદના મનમાં પણ એક ગાંઠ બંધાતી જતી હતી ને એક ગાંઠ છૂટતી જતી હતી.સૂકા રણ સમા હૃદયમાં નાના અમસ્તા સપના નીં કૂંપળો ફૂટી ચૂકી હતી. ગોવા ફરીને ઘરે આવ્યા કે બીજા દિવસે સાંજે જમ્યા