યોગ-વિયોગ - 53

(335)
  • 20.9k
  • 10
  • 13.5k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૩ નીરવ વિષ્ણુપ્રસાદના ઓરડાનો દરવાજો હળવેકથી બંધ કરીને પોતાના રૂમમાં આવ્યો. આવીને થોડીક વાર પલંગ પર પડી રહ્યો... ‘‘વ્હોટ નોનસેન્સ... વ્હોટ નોનસેન્સ... વ્હોટ નોનસેન્સ...’’ એના કાનમાં વિષ્ણુપ્રસાદનો અવાજ જાણે ગૂંજી રહ્યો હતો. ‘‘એક દીકરો બાપને છોડીને જવાની વાત કરે ત્યારે પણ એક બાપનું આવું જ રિએક્શન હોય ?’’ નીરવના મનમાં વિચાર આવ્યો, ‘‘આ માણસને પોતાના સિવાય કોઈનોય વિચાર નથી આવતો. મારી મા સાચું કહે છે ! હવે એકલા પડશે ત્યારે સમજાશે...’’ પોતાની બાજુમાં પડેલા મોબાઇલ ફોનને ઉપાડીને નીરવે ફોટોગ્રાફ્સનું ઓપ્શન ક્લિક કર્યું, સૌથી પહેલો ફોટો રિયાનો હતો. હસતી, ગાલમાં ઊંડા ઊંડા ડિમ્પલવાળી રિયાને જોઈને નીરવ