ચોરો

  • 4.4k
  • 1.2k

ચોરોહમણા અમુક કારણથી મારે મારા ગામ જવાનું થયું. હા, એજ ગામ જ્યા મારૂ બાળપણ વીત્યું હતુ. એ ગામની લગભગ બધીજ શેરીઓ અમે ખૂંદેલી હતી. લોકડાઉનમાં ત્રણ-ચાર મહિના કોંક્રીટના જંગલમાં જ વિતાવ્યા પછી ગામડે જવાની ખુશી તો ઓર જ હતી. ગામડે જવા માટે અમે નીકળ્યા અને આખે રસ્તે હું એ જ વિચારતો રહ્યો કે છેલ્લા પંદરેક વર્ષથી હું મારા ગામમાં નથી આવ્યો. ગામ કેટલુ બદલાઈ ગયું હશે? મારા બાળપણના મિત્રો શું કરતા હશે? સાંભળ્યુ છે કે ધવલ પ્રાથમિક શાળામાં શિક્ષક બની ગયો છે, એ જ પ્રાથમિક શાળા જ્યા અમે સૌ મિત્રો ભણતા હતા. નિરવ પોતાના પિતાની સાથે ખેતીમાં લાગી ગયો છે. મયુરે