વિશ્વ આખું કોરોના ની મહામારી ના સકંજા માં સપડાયું હતું. પણ ટીના અને મોન્ટુ ખૂબ ખુશ હતાં. આ લોકડાઉન ના સમયમાં આખો દિવસ પપ્પા મમ્મી ઘરે હોય.મમ્મી રોજ નવી વાનગી બનાવી દે અને પપ્પા એમના સાથે નવી નવી રમતો રમે, અને દાદા દાદી પણ બહુ ખુશ રહેતા હતા. પણ પછી ધીરે ધીરે કોરોના એ પણ પોતાનો પગપેસારો ધીરે ધીરે ભારત માં એવું કર્યુ કે લોકો હવે ભયભીત થઈ ગયા હતા. અને પછી ટીવી ચેનલ પર પ્રસારિત થતા બધા કાર્યક્રમો માં પણ કોરોના જ અગ્રેસર રહ્યું હતું. ટીના અને મોન્ટુ માટે તો આ બધું ખૂબ જ કંટાળાજનક લાગી