"શ્રી દિનકર જોશીના ‘પ્રકાશનો પડછાયો’ પુસ્તકના આધારે લખાયેલ "ગાંધી વિરુદ્ધ ગાંધી" નામના મરાઠી, ગુજરાતી, હિન્દી અને છેલ્લે અંગ્રેજી ભાષામાં Mahatma vs. Mahatma રજુ થયેલ નાટકમાં વાસ્તવિકતાને સમજ્યા વિના જે ઘાટ સાહિત્યસર્જનમાં કલ્પનાના રંગો ઉમેરવાની છૂટનો ઉપયોગ કરીને આપ્યો છે તેનાથી ગાંધીજી અને હરિલાલ વચ્ચે કેટલીક બાબતો અંગે ઉભા થયેલા વિચારભેદ, તેમાંથી પરિણમેલો સંઘર્ષ અને તેની હરિલાલના જીવન પર પડેલી અસરને કેન્દ્રમાં રાખવામાં આવી છે." આ શબ્દો છે નીલમ પરીખના. નીલમબેન પરીખ એટલે ગાંધીજીના જયેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધીની દીકરી રામીબેનની દીકરી નીલમ. તેમણે લખેલ પુસ્તક ગાંધીજીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધીમાં લખે છે કે તેજસ્વી અને વિચક્ષણ હરિલાલ ગાંધી મારા નાના