યાદોનુ શ્રાદ્ધ

  • 2.6k
  • 1
  • 878

“મેઘા, આજે સવારનો જાગ્યો ને ત્યારનો બસ ખૂબ જ હિચકી આવે છે, કોણ સવાર સવાર માં યાદ કરતું હશે? એક તો અહિયાં અમેરિકામાં શ્વાસ લેવાનો સમય નથી મળતો મને અને કોઈક મને યાદ કરે છે.” દેવાંગ જરાક પરેશાનીમાં હોય તેમ લાગે છે અને હિચકી નો કંટાળેલો તેની પત્ની મેઘા સાથે વાત કરે છે. મેઘાને એક તો કામ સવાર માં પતતું નથી અને જોબ પર જવાનો સમય થઈ રહ્યો છે એટલે ગુસ્સામાં દેવાંગ ને ખિજાઈ છે,”પ્લીઝ યાર દેવાંગ, સવાર સવાર માં છે ને આ હિચકી અને યાદ ને એવી સાવ ખોટી મગજની મેથી નો માર, એક તો અહિયાં કામ ના ઢગલા