બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 15

  • 3.4k
  • 1
  • 1.2k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (15) આજે ચાર વર્ષ વીતી ગયાં છે. હું એજ વ્યક્તિ છું. એ વ્યક્તિ જેણે તમે ઓળખતા હતા. જરાક પણ બદલાવ આવ્યો નથી મારી અંદર. હા! એ વાત જુદી છે કે, હેર સાથે બીઅર્ડની માત્રામાં વધારો કર્યો છે. નાહ! આખું જંગલ વાવ્યું હોય એવી મારી બીઅર્ડ અને હેર સ્ટાઈલ છે. જ્યારે હું કોલેજમાં હતો ને, ત્યારે બીઅર્ડ અને લાંબા હેર ધરાવનાર વ્યક્તિઓથી ચિઢ ચડતી. ખબર નહીં કેમ? પરંતુ, મને આ બધાથી દૂર રહેવું જ યોગ્ય લાગતું. પરંતુ, આજે પરિસ્થિતિ અલગ છે. કહેવાય છે ને? સમય સાથે આપણા વિચારોમાં પણ બદલવા આવે છે. મેઘનાનું સપનું સાકાર થયું.