હનુમાન - ઘમંડનો નાશ કરનાર - ૩

  • 3.4k
  • 1
  • 1.2k

અધ્યાય – ૩ ‘ના પ્રિય! તેને એકમની માલિકી આપી દો.’,અંજનાએ કેસરીના જમણા ગાલને નરમાશથી સ્પર્શ કર્યો. અંજના મહેલના બીજા માળે તેના શયનકક્ષમાં વિશાળ પલંગ પર સૂતી હતી. પલંગને પૂર્વથી પશ્ચિમ દિશામાં ગોઠવેલ હતો. ઓરડામાં હાલમાં બન્ને જણા એકાંતમાં હતા. કક્ષની છતનું કેન્દ્ર ઝુમ્મરથી શણગારેલું હતું. વાદળી રંગની દીવાલોને જાંબલી રંગના નાના સ્ફટિકોનો ઉપયોગ કરીને શણગારી હતી. અંજનાની પાસે જ કેસરી બિરાજેલો અને તેનો જમણો હાથ કેસરીના જમણા હાથમાં હતો. ‘પણ તેણે મારા અને તેના પિતા સાથે દગો કર્યો છે.’, કેસરીએ ક્રોધિત નજરે કહ્યું. ‘આ ક્ષણે, તમે મારી સાથે રહો. તમે એક નવું એકમ