અજાણ્યો શત્રુ - 22

(12)
  • 3.3k
  • 2
  • 1.1k

છેલ્લે આપણે જોયું કે મેરી મિલીને પણ મિશનમાં જોડાવા માટે રાજી કરી લીધી હતી. રાઘવ નતાશાને ફરજિયાત પોતાની સાથે મિશનમાં જોડાવા માટે દબાણ કરે છે. ત્રિષા નતાશાને આ પરિસ્થિતિમાંથી મુક્તિ અપાવવા માટે મનોમન તેની મદદ કરવાનું નક્કી કરે છે. હવે આગળ........ ******* સાંજ ઢળવા આવી હતી. મેરી ફ્લેટને લોક કરી જલ્દી જલ્દી નીચે પાર્કિંગમાં આવી. મિલી તેની વાટ જોતા ત્યાં જ ઉભી હતી. મેરીએ આવતા વેંત જ કાર સ્ટાર્ટ કરી રાઘવની વિલા તરફ મારી મૂકી, આમપણ તેણે રાઘવને સમય આપ્યો હતો તેના કરતાં એ અડધો કલાક મોડી હતી. તે ફુલ સ્પીડમાં ગાડી ભગાવતી રાઘવના બંગલો પર પહોંચી. રાઘવે મેરી