વેધ ભરમ - 17

(172)
  • 9.7k
  • 4
  • 5.9k

વલ્લભ વિદ્યાનગર એટલે ગુજરાતમાં આણંદથી ચાર કિલોમીટર દૂર આણંદ, કરમસદ અને બાકરોલના ત્રિભેટે આવેલ એક નાની ટાઉનશિપ. માત્ર શિક્ષણના ઉદ્દેશથી બનાવેલુ એક નાનુ ગામ એટલે વિદ્યાનગર. સરદાર પટેલના ચરોતરને પ્રગતિના પંથે લઇ જવાના સ્વપ્નને સાકાર કરવા ભાઇકાકાએ સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી અને તે સાથે જ વલ્લભવિદ્યાનગર બની ગયુ ગુજરાતનુ એજ્યુકેશન હબ. આખા ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ વિદ્યાનગરમાં શિક્ષણ લેવા માટે વિદ્યાર્થીઓ ઉમટે છે. આખા વિદ્યાનગરમા વિદ્યાર્થીઓને લગતી જ બધી પ્રવૃત્તિ અને ધંધો રોજગાર વિકસેલા છે. એકદમ વૃક્ષોથી આચ્છાદિત સરદાર પટેલ યુનિવર્સિટીની વિવિધ કૉલેજ અને વિભાગની ફરતે વર્તુળાકારે આ ગામ ફેલાયેલુ છે. યુવાનોથી ભરેલુ આ નાનકડુ ગામ જુના જમાનાના