બસ તો અમરેલી તરફ ચાલવા લાગી સાથે સાથે દેવના વિચારો પણ ચાલવા લાગ્યા હમણાં તો તે કાજલ સાથે હતી અત્યારે તો કાજલ પણ સાથે નથી .પણ કાજલ કાલે તો સાથે જ હશે .તેમ મન મનાવીને તે અમરેલી તરફ આગળ વધતી બસ સાથે તેના વિચાર પણ વધે છે . દેવ અમરેલી પહોંચી બસ સ્ટોપ પર ઉતરે છે અને તે ભાવેશને કોલ કરે છે ભાવેશ પણ તેની બેગ લઈને બસ સ્ટોપ પર જ ઉભો હોય છે હવે આગળ, ભાવેશ દેવને પૂછે છે વાત થઈ તારી અને કાજલ વચ્ચે ? દેવ : હા થઈ વાત પણ તેને મિત્રતા માટે જ હા પાડી છે