બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 16

  • 3.6k
  • 1.2k

વાણીના અસ્વીકારના કારણે વિજય ફરી એ જ સ્થિતિમાં આવી ગયો હતો જેમાંથી બહાર નીકળવા તે વાણી પાસે ગયો હતો. વિજય બે-ત્રણ દિવસ સુધી વાણીને મનાવવાની કોશિશ કરતો રહ્યો અને વાણી પાસેથી દર વખતે એક જ જવાબ આવતા તે થાકી ગયો અને તેણે વાણી સાથે વાત કરવાનું છોડી દીધું. વિજયને જામનગર આવવાની એક ઉમીદ મળી હતી એ હવે રહી ન હતી. તેણે કોલેજ જવાનું બંધ કરી દીધું. જ્યારે સંજયને ખબર પડી કે વિજયે કોલેજ આવવાનું છોડી દીધું છે તો તે સીધો વિજય પાસે પહોંચી ગયો. જ્યારે સંજય તેની પાસે ગયો ત્યારે વિજય પોતાના રૂમમાં બેડ પર ફોનમાં વિડીયો ગેમ રમી