પાર્ટ-2જેમતેમ કરી ને આરાધ્ય ની સાંજ તો થઈ ગઈ, દિવસ આખો પોતાની નવલિકા ના પાત્રો ને ચિતાર આપવામાં અને સ્ટોરી લાઇન ડ્રાફ્ટટિંગ માં નીકળી ગયો, સાંજે નવલિકા નો પ્રારંભ પણ કરી દીધો..પણ દરવખતે કરતા આવખતે તેને લેખન વખતે પણ કંઈક અલગ ફિલ થતું હતું, અંદર લખવા માટે નો જૂનો જુસ્સો આજે ઉમળકો બની ગયો હોય તેવું આરાધ્ય ને લાગવા માંડ્યું...અને એક પછી એક પાત્રો ને લઇ ને તેની સ્ટોરી આગળ વધવા માંડી...પણ બધા પાત્રો માં પણ 'જિયા', નું પાત્ર ન જાણે કેમ પણ તેને કંઈક અધૂરું હોય તેવું લાગવા માંડ્યું તે વાત નો ખ્યાલ તો ખુદ આરાધ્ય ન પણ ના