દરકાર

  • 1.7k
  • 626

' અરે યાર! આટલો બધો વરસાદ છે કઈ રીતે જઈશ હવે?'- મનોમન વિચારતી માહી જરાં આગળ વધી. ઓફિસથી ઘરે જવાના સમયે વરસતો વરસાદ આજે કાબૂમાં નહોતો, ને એની ભુલક્કડ આદતે આજે એને દગો દીધો કે એ રેનકોટ ઘરે જ ભૂલી ગઈ હતી.પચ્ચીસેક વર્ષની યુવાની ને એમાંય મોસમની માદકતા એની સુંદરતા વધુ સાધી રહી હતી.એની આંખોના પલકારે વર્ષારાણી ઝબકતી હતી,એને એનો ધ્વનિ ગુંજતો મોસમની મજા કરાવતો હતો, વરસાદના બુંદ એની મુલાયમ ચામડીને ભેદતા આનંદ લઇ રહ્યા હતા. એના ખુલ્લાં વાળ એને જરાં ભેગા કરીને ઉતાવળથી બાંધીને એક્ટિવાને સેલ માર્યો. પલળવાની બીકે એને સ્પીડ વધારી એ આગળ વધી.થોડી આગળ