મનો-વ્યથા - ૨

  • 2.7k
  • 1k

અદિતિ ફરી સાંજની પ્રતીક્ષામાં બેસી રહી કંઈ કેટલાય દિવસોથી તે પોતાનું સર્વસ્વ એવી બાળકીઓ થી પણ દૂર થતી જતી હતી.તેને પણ વણસતા સંબંધને બચાવવાની ચિંતા હતી. જે એક પત્નીને પ્રાથમિકતા આપતી હતી પરંતુ, તેમાં ગૌણ માતૃત્વનું બલિદાન દેખાતું હતું. બંને બાળકીઓ હવે ચાર વર્ષની થઇ ગઇ હતી. અપૅણ એક રાતે ઘરે જ ના આવ્યો. બાળકીઓ અદિતિ પાસે આવી રોજની જેમ વાર્તા કરવાની જીદ કરવા લાગી. પરંતુ, અદિતિ નાં મનમાં ઊંડો વિષાદ હતો. તેણે વાર્તા કરવાની ના પાડી દીધી. બંને બાળકીઓ વીલુ મોં કરી પોતાની પથારીમાં જઈ સુવા લાગી. અદિતિ નું માતૃહૃદય આ સાખી ના શક્યું. તેણે, બન્ને બાળકીની પાસે