પડદા પાછળના કલાકાર - 5 - વિનોદ સાહની : એક ગુપ્તચર

  • 5.5k
  • 1.9k

વિનોદ સાહની : એક ગુપ્તચર જેમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યોઓગસ્ટ 1977,જમ્મુ ના મુખ્ય માર્ગ પર એક ટેક્સી દોડી રહી છે. સ્પીકરમાંથી વાગતા ગીતો સાથે ડ્રાઇવર ક્યારેક ગણગણે છે. ટેક્સીની રફતાર બતાવે છે કે ડ્રાઈવર અનુભવી છે. પાછળની સીટ પર બેઠેલા બે આધેડ વયના પુરુષો એની સાથે વચ્ચે વચ્ચે થોડી વાતો કરી લે છે. જમ્મુ ની લોકલ ટ્રીપ પર નીકળેલા બંને પુરુષો અંદરોઅંદર પણ પ્રમાણમાં ઓછી વાતો કરે છે. મોટા ભાગનો સમય બારી બહાર પસાર થતાં દૃશ્ય જોવામાં જ વીતે છે. ડ્રાઈવરને ખુશી એ વાતની છે કે બંને પેસેન્જરો કોઇપણ સ્થળે વધુ સમય લેતા નથી. બાહુ ફોર્ટ , મુબારક મંડી મહેલ,