તારી અને મારી યાદો

(15)
  • 4.6k
  • 1.1k

નેહા અને અભિષેક બંને એક બીજાને બહુજ પ્રેમ કરે છે.. એમ તો નેહા અને અભિષેક એક બીજા થી બહુજ અલગ છે.. પણ એ બંનેને જોઈને થાય કે ભગવાનએ એમને એકબીજા માટે જ બનાવીયા હોય જાણે.. એક બાજુમાં નેહા જે દેખાવમાં કઈ ખાસ નથી પણ એના માં કઈ વાત છે જે તેની તરફ આકર્ષિત કરે..નેહા નું આ દુનિયામાં કોઈ જ નથી બાળપણમાં જ માતા પિતા ગુજરી ગયા હતા મામાને ઘરે મોટી થઇ અને જયારે નેહા ને સબંધ સમજમાં આવે ત્યારે નેહા એ મામાનું ઘર છોડીને હોસ્ટેલમાં રહે છે નેહાનું આ દુનિયામાં કોઈ નથી જે એની પરવાહ કરે જે એને પ્રેમ કરે