ગાંધી સરિતા

  • 3.3k
  • 962

ગાંધીગીરી. તું મને મારે ને હું ધરૂ ગાલ,એજ તો છે સાચી ગાંધીગીરી. તારા સત્ય,અહિંસાના સિધ્ધાંતો હોય મારા જીવનમાં, એજ તો છે સાચી ગાંધીગીરી. કોઈ સાથે લડવું નથી, બસ હારીને પણ જીતવું છે, એજ તો છે સાચી ગાંધીગીરી. તારી સાંદગી,તારા સિધ્ધાંતો હોય 'ગાંધી' મારા જીવનમાં, એજ તો છે સાચી ગાંધીગીરી. તારા અન્યાય સામેના ઉપવાસ ઉતારું મારા જીવનમાં, એજ તો છે ગાંધીગીરી. તારા ગયા પછી પણ તારું જીવન એજ મારા માટે સંદેશ 'બાપુ', એજ તો છે સાચી ગાંધીગીરી. તારો સંદેશ હું ઉતારું અને હું બનું "વિશ્વમાનવી", એજ તો છે સાચી ગાંધીગીરી... તું મને મારે ને હું ધરૂ ગાલ,એજ તો છે સાચી ગાંધીગીરી......