સીંગ ચણા

(15)
  • 4.8k
  • 1.4k

સાંજના છ વાગ્યા હતાં.આકાશમાં વાદળો ઘનઘોર જામ્યા હતાં.ઓસરીમાં ગોઠવેલ હીંચકા પર મણીલાલ બેઠા-બેઠા સવારે વાંચી ચુકેલા છાપા ફરી વાગોળી રહ્યા હતાં.મણીલાલ સિત્તેર વટાવી ચુક્યા હતાં. શિક્ષક તરીકેની પોતાની નોકરી તેમણે ખુબ જ નિષ્ઠાથી પૂર્ણ કરી હતી. પત્નીના મૃત્યુ પછી તેમનું શરીર થોડું કમજોર થઇ ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રીકવરી સારી હતી. તેમને બે દીકરા હતાં. એક અમદાવાદ રહે અને બીજો અહી પાટણમાં, તેમની સાથે. મણીલાલ આમ મોજીલા માણસ, પણ કરકસર પણ જબરી કરે. મણીલાલનો ફેવરીટ નાસ્તો પણ એવો જ –‘સીંગ-ચણા’!! તેમને એકવાર જમવાનું ન મળે તો ચાલે, પણ સીંગ-ચણા વગર જરાય ન ચાલે. “દાદા....” બુમ પાડતો પૌત્ર સમીર