વિચાર બદલવાની ક્ષમતા વિકસાવો અને જીવન બદલાશે...આપણને મનુષ્ય દેહ મળ્યો છે અને સાથે વિચાર કરવાની ક્ષમતા અને વિવેક બંને વસ્તુ કુદરતે આપણામાં મૂકી છે તેનાથી મોટું વરદાન શું હોઈ શકે.આપણે પોતાના વિચારો રજૂ કરી શકીએ છીએ.જે શક્તિ અન્ય કોઇ જીવને પ્રાપ્ત નથી.આપણે જીવન જીવીએ છીએ પણ ક્યારેય આપણાં વિચારો કે જેને આધારે આ જીવન નૈયા ચાલે છે તે વિચારોને બદલવા માટે ભાગ્યે જ પ્રયત્ન કરીએ છીએ.જેને કારણે એક સાધારણ કહી શકાય એવું જીવન જીવતા દેખાઈએ છીએ. જયારે આપણી અંદર દરેક એ ક્ષમતાઓ અને સંભાવનાઓ રહેલી છે જે એક સફળ કે મહામાનવ કહી શકાય એ વ્યક્તિમાં હોય છે.આજનું આધુનિક મનોવિજ્ઞાન તો