ગરજ બરસ પ્યાસી ધરતી કો ફિર પાની દે મૌલા - દિવ્યેશ ત્રિવેદી

  • 4.2k
  • 2
  • 1k

કુદરત મહેર કરે અને સારું ચોમાસું પસાર થાય તો ઠીક પણ પાણીની અછત અનુભવાય તો કુદરતનો જ વાંક! કુદરત ક્યારેક આંખ બચાવીને ચાલે છે, પરંતુ મોટે ભાગે તો એની મહેર થતી જ હોય છે. મહેર થાય છે ત્યારે આપણે છકી જઈએ છે અને કુદરત એકાદ વાર રજા ઉપર ઊતરે ત્યારે કકળીએ છીએ અને ‘બચાવો, બચાવો’ એવા પોકાર પાડીએ છીએ. પાણીની બાબતમાં આવું જ થયું છે. વરસાદી પાણી ધૂમ વરસે ત્યારે આપણે તો કોરા ને કોરા જ રહીએ છીએ. આપણે આપણા સમજદારી અને પરિશ્રમના ઘડા ઊંધા મૂકી દઈએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે ઘડા ભરાતા નથી. વરસાદી પાણીને નિરર્થક