જોરાવરસિંહ બાપુની પરમિશન મલ્યા પછી બીજા દિવસે મુખીએ વનેચંદભાઇનેકહયું કે જો તમે તૈયાર હોય તો આજે બસમાં તાલુકા મથકે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જઇએ ? વનેચંદભાઇ સવારનું શિરામણ કરીને નહાઇને તૈયાર થઈ મુખીના ઘેર ગયા.મુખી:વનેચંદભાઇ આપણને મેઈન રોડ ઉપરથી બસ મલશે, તો હું ગાડાની વ્યવસ્થા કરુ એટલે મેઈનરોડ સુધી ગાડામા પહોંચી જવાય.વનેચંદભાઇ:મુખીજીગાડાની જરુર નથી,પાંચ કી.મી.નો તો રસ્તો છે ! સવારનો ઠંડો પહોર છે તો વાતો કરતા-કરતા મેઈન રોડ આવી પહોંચીશું તે ખબર પણ નહી પડે અને આપણી બસ પણ ૧૧ વાગયાની છે તેથી સમય પણ ઘણો છે બીજું ગાડું જોડવા હાંકનારને બોલાવવો પડે વળી વળતા ગાડું