પ્રણયભંગ ભાગ – 7 લેખક - મેર મેહુલ સિયા અખિલની રાહ જોઈ રહી હતી. અઢી વાગી ચુક્યા હતાં પણ અખિલ હજી સુધી નહોતો આવ્યો. સિયાની બેચીની વધી રહી હતી, એ દરવાજા પર મીટ માંડીને બેઠી હતી. અઢીનાં ત્રણ થયાં પણ અખિલ હજી ના આવ્યો. તેને એકવાર કૉલ કરવાનો વિચાર આવ્યો પણ અખિલનાં મગજમાં ગલત વિચાર આવશે એમ વિચારીને તેણે કૉલ કરવાનું માંડી વાળ્યું. થોડીવાર પછી દરવાજો નૉક થયો. સિયાએ ઉતાવળથી દરવાજો ખોલ્યો.સામે અખિલ ઉભો હતો. એ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેનાં જમણી હાથની હથેળીમાં રૂમાલ બાંધ્યો હતો અને એ રૂમાલ લોહીને કારણે લાલ થઈ ગયો હતો. “શું