“બાની”- એક શૂટર ભાગ : ૩૨"બાની જબાન સંભાળીને બોલ. તારા કરતાં વધુ મને કોઈ જાણતું નથી. આપણે બંને એકમેકને બચપણથી ઓળખીયે છે. બસ તું મને એટલું જ ઓળખી શકી!! જેણી સાથે ઈશ્ક લડાવ્યો એને હું જાનથી મારી નાખું?? તું હોશમાં આવ સમજી." ઈવાને બાનીને ઊંચકીને વ્હીલચેરમાં બેસાડી. બાની બંને હાથેથી મોઢું ઢાંકીને રડી પડી. બાનીને એટલી વિચલીત અને દુઃખી લાઈફમાં ક્યારે પણ ઈવાને જોઈ ન હતી. કડક મિજાજની બાની પાસે એટલું નાજુક દિલ પણ હશે એ ઈવાન આજે જોઈ શકતો હતો. ઈવાનની આંખો પણ ભરાઈ આવી હતી. પણ એને પોતાને રડતાં રોક્યો. એ પોતાના બંને પંજા પર બેઠો. ડાબો હાથેથી બેલેન્સ માટે વ્હીલચેરનો હાથો પકડ્યો અને